ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવતી કાલે બોલાવાયેલી ભાજપની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની ઉભી થયેલી પરિસ્થિતીને જોતાં આ બેઠક મોકૂફ રખાઇ છે


ભારે વરસાદ ની સ્થિતિ ને લઈને ભાજપની બેઠક મોકૂફ

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે જનજીવન ખોરવાયું છે. રાજ્યમાં ભારે વરસાદ ની સ્થિતિ ને લઈને ભાજપની બેઠક મોકૂફ રાખવામાં આવી છે

બેઠક આગામી દિવસોમાં ફરી બોલાવામાં આવશે.

ભાજપ દ્વારા કમલમ ખાતે આવતી કાલે તમામ ધારાસભ્યો અને જિલ્લા શહેર પ્રમુખોની બેઠક બોલાવાઇ હતી. વડાપ્રધાનના જન્મદિન નિમીત્તે સેવા પખવાડીયાની ઉજવણી બાબતે આ બેઠક બોલાવાઇ હતી.

બેઠક આગામી દિવસોમાં ફરી બોલાવામાં આવશે.

જો કે હાલની પરિસ્થિતી જોતાં બેઠક યોજી શકાય તેમ નથી જેથી આવતીકાલની બેઠક મોકૂફ રાખીને આ બેઠક આગામી દિવસોમાં ફરી બોલાવામાં આવશે.


  • Follow us on: