આજે ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. નવા મંત્રીઓને શપથવિધિ યોજાઈ છે. ત્યારે રાજ્યમાં 10 મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આજે સૌ પ્રથમ હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. ગૃહ રાજ્યમંત્રી રહેલા હર્ષ સંઘવીને આ વખતે કેબિનેટમા સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. હર્ષ સંઘવી ગુજરાતમાં સૌથી યુવા વયે ગૃહ રાજ્યમંત્રી બન્યા હતાં. ત્યાર બાદ તેઓ રાજ્યમાં યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બન્યાં છે.


1972થી 2025 સુધીમાં ગુજરાતને પાંચ નાયબ મુખ્યમંત્રી મળ્યા

હર્ષ સંઘવી ગુજરાતમાં સૌથી યુવા વયે ગૃહ રાજ્યમંત્રી બન્યા હતાં. ત્યાર બાદ તેઓ રાજ્યમાં યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બન્યાં છે. હર્ષ સંઘવી પહેલા નીતિન પટેલ વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ પાંચ નેતાઓ નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી ચૂક્યા છે. જેમાં 1972માં ચીમનભાઈ પટેલ, 1973 કાંતિલાલ ઘિયા, 1990માં કેશુભાઈ પટેલ, 1994મા નરહરી અમીન અને 2016માં નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.

સૌથી યુવાન વયના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા

હવે રાજ્યના સૌથી યુવાન વયના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા છે. તેઓ જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા ત્યારે પણ સૌથી યુવાન વયે મંત્રી બનનાર નેતા બન્યા હતાં. આ પહેલા વિપુલ ચૌધરી અને નરેશ રાવલ સૌથી યુવાન વયે ગૃહ મંત્રી બન્યા હતાં.


  • Follow us on: