ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓને લઈને નવા સિમાંકન પણ જાહેર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત તાજેતરમાં જ મહેસાણાના બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આજે રાજ્યમાં નવા 17 તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યમાં તાલુકાની સંખ્યા 252થી વધી 269 થઇ છે.
વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૦૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.તેમણે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે
મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે.આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
આ રહી નવા તાલુકાઓની યાદી
થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે
સોનગઢમાંથી ઉકાઇ નવો તાલુકો બનશે
માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે
મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે
સંતરામપુરા-શહેરામાંથી ગોધર નવો તાલુકો બનશે
લુણાવાડામાંથી કોઠંબા નવો તાલુકો બનશે
ડેડિયાપાડામાંથી ચીકદા નવો તાલુકો બનશે
વાપી - કપરડા, પારડી તાલુકામાંથી નાનાપોઢા તાલુકો બનશે
વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે
કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો બનશે
દાતામાંથી હડાદ નવો તાલુકો બનશે
ઝાલોદમાંથી ગુરુ ગોવિંદ લીંબડી નવો તાલુકો બનશે
જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો બનશે
કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે
ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે
બાયડમાંથી સાઠંબા નવો તાલુકો બનશે
ફતેપુરામાંથી સુખસર