પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મને જે જવાબદારી આપી છે તો તમામને હું વંદન કરું છું. સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે અને આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારો કાર્યકર એ જ મારી સાચી ઓળખ છે .
મારા પર મુકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર માનુ છું
જગદીશ વિશ્વકર્માએ ભાજપ અધ્યક્ષ તરીકે કાર્યકાર સંભાળી લીધો છે. ત્યારબાદ યોજાયેલા સમારોહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે મારા પર મુકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર માનુ છું. સી.આર.પાટીલના સમયમાં આપણે 156 બેઠકો જીત્યા હતા અને સી.આર.પાટીલે સંગઠનને મજબૂત બનાવવા કામ કર્યુ છે. તેમણે કહ્યું કે ભાજપની સાચી ઓળખ તેનો કાર્યકર્તા છે. તેમણે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ નહીં કાર્યકર્તાઓ મારી સાચી ઓળખ છે.
1980માં સ્થાપના બાદ આજે ભાજપ વટવૃક્ષ બન્યું
જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 1980માં સ્થાપના બાદ આજે ભાજપ વટવૃક્ષ બન્યું છે અને જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા પ્રયાસ કરીશુ છે. તમામ કાર્યકર્તાઓ મારા માટે એકસમાન છે. ભાજપની વિચારધારા માટે કાર્યકર્તા કામ કરે છે અને પરિવારનો ત્યાગ કરીને જનસેવા માટે કાર્યશીલ રહે છે
પાણીથી પાતળા રહેવાની વાત મે જીવનમાં ઉતારી
તેમણે કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં વિકાસના કામો થયા છેય સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે આગળ વધ્યા છે. પાણીથી પાતળા રહેવાની વાત મે જીવનમાં ઉતારી છે અને મારી ઓળખ કેસરિયો અને કમલ છે
ભાજપની પણ જનતા પ્રત્યે જવાબદારી રહે છે
તેમણે એમ પણ કહ્યું કે ભાજપને અનેક દિર્ધદૃષ્ટાવાળા નેતા મળ્યા છે અને સારા વિઝન સાથે રાજ્ય, દેશ આગળ વધી રહ્યો છે. રાત - દિવસ કામ કરનાર કાર્યકર્તાઓ ભાજપ પાસે છે અને ભાજપ વિકાસ, વિશ્વાસનો પર્યાય છે તેમ જણાવીને વિશ્વકર્માએ કહ્યું કે આપણુ ધ્યેય વિકસિત ગુજરાત, સશક્ત ભાજપ છે અને ટીમ ભાજપ તરીકે જનતાની સેવામાં રહેવાનું છે અને જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો છે તો ભાજપની પણ જનતા પ્રત્યે જવાબદારી રહે છે