ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં પ્રચાર દરમિયાન હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામ સામે આવી ગયા હતાં. શહેરમાં વોર્ડ નંબર 10માં બંને પક્ષના ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ભાજપના મહિલા નેતાએ કોંગ્રેસને ચીમકી આપી હતી કે, અહીં મત માંગવા આવશો તો ઠીક નહીં રહે.
જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો થયો
જામનગરમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન હોબાળો થયો હતો. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે ભાજપના મહિલા ઉમેદવાર મંજૂબેન બાંભણિયાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવારને કહ્યું હતું કે, અહીં મત માંગવા આવશો તો ઠીક નહીં રહે અહીંથી જતા રહો. ભાજપના મહિલા ઉમેદવારની કડક ભાષાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શહેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તંગદિલી વધતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી શક્યતાઓ છે.













