રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં પ્રચારની સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેર વોર્ડ નં.2 માં જોવા મળ્યા છે.વોર્ડ સંકલનની એક બેઠક જે પૂર્વ કોર્પોરેટરના નિવાસસ્થાને મળી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ મોડા પહોંચ્યા બાદ તેમની અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બીજી તરફ ડેમેજ કંટ્રોલ રોકવા માટે આવેલા નેતાઓ પણ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં.


રાજકોટમાં ચૂંટણી ટાળે જ લોકોમાં જોવા મળ્યો રોષ

રાજકોટમાં છેલ્લી ઘડીએ ભાજપ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોમાં નારાજગી વધતાં ભાજપે જુના જોગીઓને દોડાવ્યા હતાં. ડેમેજ કંટ્રોલ કરવા માટે આવેલા નેતાઓ જ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં. લોકોએ ચાલતી પકડતાં જ ભાજપના નેતા રૂપાપરાએ લોકોને રોક્યા હતાં. તેમના રોકવા છતાં લોકોએ ચાલતી પકડી હતી. લોકોએ એવા ચાબખા માર્યા હતાં કે આ લોકોની હવા કાઢો, ભાજપના સિનિયર નેતાઓ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી માટે પરિવર્તન જરૂરી છે. રાજકોટમાં વોર્ડ 1,2,3,8,10,12,13,14,16માં નારાજગી જોવા મળી છે.

પૂર્વ કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચે બબાલ

પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે,વોર્ડ નં.2 માં જૈન સમાજની વસ્તી નહિવત હોવા છતાં માત્ર જ્ઞાતિવાદ રાખીને પોતાના સમાજને જ ટીકીટો ફાળવવામાં આવી છે અને બહુમતી ધરાવતા લોહાણા સમાજની અવગણના કરવામાં આવી રહી છે. આ ઉગ્ર ચર્ચા દરમિયાન જ્યારે ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કહ્યું કે,હું ધારાસભ્ય છું, ત્યારે પૂર્વે કોર્પોરેટરે જવાબ આપતા કહ્યું હતું કે, તમે ધારાસભ્ય હશો પણ ભગવાન નથી!આ સાંભળતા જ બેઠકમાં હાજર અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે મામલો વધુ ન વણસે તે માટે અન્ય આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ Local body election : રાજકોટમાં પૂર્વ કોર્પોરેટરે ધારાસભ્ય દર્શિતા શાહને કહ્યું, તમે ધારાસભ્ય છો ભગવાન નથી !



  • Follow us on: