પોરબંદરમાં ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કાર ચાલકે સ્કૂટરને એડફેટે લેતા એક મહિલાનું મોત થયું છે. બેફામ કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ફ્લાઈ ઓવર પર અકસ્માત કરી કારચાલક ફરાર થયો છે. ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં ગંભીર અકસ્માત થયાની ઘટના













