પોરબંદરમાં દરિયાઈ વિસ્તારમાં ખરાબ હવામાનની આગાહીને પગલે તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક દરિયાકાંઠે પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સરકાર દ્વારા માછીમારોને હાલમાં માછીમારી માટે દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ભારે પવન સાથે વરસાદ હોવાથી સૂચના અપાઇ













