પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકયો છે, અને જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ભારે વરસાદથી બરડા અને ઘેડ પંથક પાણી પાણી થયું છે, MG રોડ, વાડિયા રોડ, SVP રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને વાહનો પણ પાણીમાં બંધ પડયા છે, હોસ્પિટલ રોડ અને રાણીબાગ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.


પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

પોરબંદરના માધવપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, 7 ઇંચ કરતા વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાતા હાલાકી પડી રહી છે, ઘેડ વિસ્તારમાં સામેડા જવાનો રસ્તો બંધ થયો છે અને નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પણ પાણી ભરાતા ખબર નથી પડતી કે આ ખેતર છે કે રસ્તો, ત્યારે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે. પોરબંદર વિસ્તારમાં હજી પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.

ગુજરાતના કુલ 123 તાલુકામાં વરસાદ

સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જૂનાગઢના મેંદરડામાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, કેશોદમાં 10.71 ઇંચ, વંથલીમાં 10.16 ઇંચ વરસાદ, જુનાગઢના માણાવદરમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, પોરબંદરમાં 8.46 કુલ ઇંચ વરસાદ, કુતિયાણામાં 6.89 ઇંચ, કપરાડામાં 6 ઇંચ વરસાદ, રાણાવાવમાં 5.75 ઇંચ, મહુવામાં 5.28 ઇંચ વરસાદ, કાલાવડમાં 4.93 ઇંચ, તાલાલામાં 4.88 ઇંચ વરસાદ, ખેરગામમાં 4.76 ઇંચ, માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ, ગારીયાધારમાં 4.37 ઇંચ, વાપીમાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • Follow us on: