પોરબંદરમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાના આ રોદ્ર સ્વરૂપને કારણે શહેરના પેરેડાઈઝ ફુવારા નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તોફાની પવનના સુસવાટા એટલા તેજ હતા કે પેરેડાઈઝ ફુવારા પાસે આવેલું એક મોટું વૃક્ષ મૂળમાંથી ઉખડીને રસ્તા પર પડ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બે લોકો આ વૃક્ષની નીચે આવી ગયા હતા.
પેરેડાઇઝ ફુવારા નજીક ભારે પવનથી વૃક્ષ ધરાશાયી













