પોરબંદરમાં ચાલી રહેલા લોકમેળામાં એક યુવકે જીવલેણ સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક રાઈડમાં બેસવાને બદલે તેના પર ઊભો રહીને ખતરનાક રીતે સ્ટંટ કરી રહ્યો હતો. આ ઘટના લોકમેળામાં ચાલી રહેલી એક રાઈડમાં બની હતી.


પોરબંદરમાં યુવકના સ્ટન્ટનો વીડિયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં યુવક રાઈડના પાંજરા પર ઊભો રહીને જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. રાઈડ જ્યારે તીવ્ર ગતિએ ગોળ-ગોળ ફરતી હોય છે. ત્યારે પણ યુવક સંતુલન જાળવીને ઊભો રહે છે. આ સ્ટંટ જોઈને રાઈડમાં બેઠેલા અન્ય લોકો અને આસપાસ ઉભેલા લોકો પણ ડરી ગયા હતા. સહેજ પણ ભૂલ થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે અને કોઈનો જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ હતી.

કોઈનો જીવ જાય પછી તંત્ર કરશે કાર્યવાહી ?

આ વીડિયો વાયરલ થયા બાદ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા હતા. મેળામાં આ પ્રકારના જોખમી સ્ટંટને અટકાવવા માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા કે દેખરેખ કેમ નહોતી તે એક મોટો પ્રશ્ન છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શું તંત્ર કોઈનો જીવ જાય પછી જ આ પ્રકારની ઘટનાઓ સામે કાર્યવાહી કરશે? આવા બેજવાબદાર કૃત્યો પર કડક નિયંત્રણો મૂકવાની અને રાઈડ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે.


  • Follow us on: