પોરબંદરની સાંદીપની વિદ્યા નિકેતન નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરમાં કૃષ્ણ પ્રેમીઓ દહીં હંડી ફોડ અને ગરબાનો આનંદ માણ્યો છે. નંદ મહોત્સવમાં હજારો લોકો જોડાયા હતા. પોરબંદરના સાંદિપની વિદ્યા નિકેતન ખાતે રમેશભાઈ ઓઝાની હાજરીમાં જન્માષ્ટમી નંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાંથી કૃષ્ણ ભક્તો નંદ મહોત્સવનો લ્હાવો લેવા આવ્યા છે.


હરી મંદિરમાં ભક્તો દ્વારા રાસ રમવામાં આવ્યો

પોરબંદરમાં નંદ મહોત્સવ જોઈને કૃષ્ણ પ્રેમીઓ ગોકુળ જેવો આભાસ થયો હતો, હરિમંદિરમાં લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી અને લોકોને નંદ મહોત્સવમાં જેમ વૃંદાવનમાં ભગવાન રમતા હતા તે રીતના હરી મંદિરમાં ભક્તો દ્વારા રાસ રમવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના અનેક મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યે જ રાજ્યના દ્વારકા, શામળાજી, અમદાવાદ ઈસ્કોન મંદિર, ભાડજ મંદિર, ડાકોર સહિત અનેક જગ્યાઓ પર કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં રહીને આનંદ માણ્યો છે.  

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા

તમને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યપ્રધાને ઈસ્કોન મંદિરમાં પહોંચીને જન્માષ્ટમીની ઉજવણીનો લ્હાવો લીધો હતો અને ભગવાનના દર્શન કરીને આર્શીવાદ લીધા અને વ્હાલાના વધામણા કર્યા હતા. ભારે ભીડ વચ્ચે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોઈને પણ અગવડ ના પડે તે માટે મંદિર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. અમદાવાદના રાધે ક્રિષ્ના મંદિર, ઈસ્કોન મંદિર ભાડજ, જગન્નાથ મંદિર, સોલા ભાગવત સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શહેરના તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.


  • Follow us on: