પોરબંદરમાં 30 જેટલા લોકો પર મધમાખીએ હુમલો કર્યો હતો અને મધમાખીઓના હુમલાને પગલે નાસભાગ મચી હતી, હુમલાથી નાસભાગના સીસીટીવી સામે આવ્યા હતા અને હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા છે, સ્થાનિકોનું કહેવું છે કે, મોટી માત્રામાં મધપૂડા છે અને આ રોડ પરથી આવન-જાવનમાં બહુ તકલીફ પડી રહી છે.


મધમાખીએ હુમલો કરતા વાહનચાલકો ભાગ્યા

પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહનચાલકો પર હુમલો કરવામાં આવ્યો છે, મધમાખીઓ ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીનસિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા સવારે 9 વાગ્યાથી સાંજ સુધીમાં અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો થયાની ચર્ચા છે. રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ડંખ લાગવાના કારણે અનેક લોકોને દુખાઓ થતાં 108 મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. હજુ પણ ક્યારેક મધમાખીઓ હુમલો કરતી હોવાથી આ રસ્તા પર કર્ફ્યૂ સમાન માહોલ જોવા મળી રહ્યો છે.

મધમાખીઓ શા માટે ડંખે છે ?

મધમાખી હોય કે અન્ય જંતુઓ, તેમાંના મોટાભાગના પોતાને બચાવવા માટે ડંખ મારતા નથી કે કરડતા નથી. તેમને પોતાના ખોરાક માટે લોહીની જરૂર હોય છે. આ કારણે તેઓ કરડે છે અને લોહી ચૂસે છે, મધમાખીનાં ડંખથી ગંભીર એલર્જીક પ્રતિક્રિયા જીવન માટે જોખમી બની શકે છે. આ ગંભીર એલર્જીક પ્રતિક્રિયાને તબીબી ભાષામાં ‘એનાફિલેક્સિસ’ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તાત્કાલિક સારવાર જરૂરી છે. જો ઝડપથી સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. ભમરી અથવા મધમાખીના ડંખથી પણ ક્યારેક લો બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે.

 

  • Follow us on: