પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ફરી એકવાર ભારતીય જળસીમા નજીકથી માછીમારી કરતી બોટ અને તેના ક્રૂ મેમ્બર્સનું અપહરણ કરવામાં આવ્યું હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતના ઓખાની એક ફિશિંગ બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમા (IMBL) નજીક બની હોવાનું કહેવાય છે. પાકિસ્તાનની આ ઘૂસણખોરી અને અપહરણની પ્રવૃત્તિના કારણે માછીમાર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ઓખાની બોટ અને 8 ક્રૂ મેમ્બરનું અપહરણ
અપહરણ કરાયેલી ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. આ બોટમાં કુલ 8 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમનું બોટ સાથે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીની આ કાર્યવાહી પર ભારતીય સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે. ભારતીય માછીમારો વારંવાર માછીમારી દરમિયાન ભૂલથી કે અજાણતા IMBL નજીક પહોંચી જાય છે, જેનો લાભ લઈને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેમને પકડી લેવામાં આવે છે. આ ઘટના બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.













