સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે થયેલા જૂથ અથડામણ અને ઘર્ષણના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી અને ગંભીરતા ન દાખવવા બદલ પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. દેસાઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગત રાત્રે મજરા ગામે ઠાકોર અને પટેલ જૂથો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાને લઈને કરવામાં આવી છે.
પ્રાંતિજ PI રશ્મિન દેસાઇને કરાયા સસ્પેન્ડ
સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઘર્ષણ થાય તે પહેલાં જ પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં PI દેસાઈ દ્વારા કોઈપણ આગોતરા પગલાં લેવામાં આવ્યા નહોતા. જૂથો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે ત્રણ દિવસ અગાઉ જ પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં PI દેસાઈ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને નજરઅંદાજ કરવામાં આવી હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.













