રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ રોડ પર મામાદેવ મંદિર નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સામ-સામે બે બાઇક અથડાતાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જસદણ અને આટકોટને જોડતા માર્ગ પર આવેલા મામાદેવ મંદિર નજીક અચાનક બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર તમામ લોકો રોડ પર પટકાયા હતા.


મામાદેવ મંદિર નજીક સામ-સામે બાઈક અથડાઈ

આ અકસ્માતમાં બે મહિલા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અકસ્માત સર્જનારા બે બાઇક ચાલકો પૈકી એક બાઇકચાલક નશાની હાલતમાં હતો.

જસદણ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી

જેના કારણે તેણે બેફામ રીતે બાઇક હંકારીને આ અકસ્માત સર્જ્યો હતો. જોકે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ અને નશાની હાલતમાં વાહન ચલાવવાની વાતમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


  • Follow us on: