રાજકોટમાં લાંચિયા કર્મચારીઓને ACBએ ઝડપી પાડ્યાં છે. નિવૃત્ત શિક્ષક પાસેથી મોંઘવારી અને એરિયર્સ સહિતની 12.15 લાખની રકમ પાસ કરવા માટે લાંચ માગનારા બે શખ્સો ઝડપાયા છે. રાજકોટ ACB ટીમે વાણીયાવાડી વિસ્તારમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. લોધિકાના પાળ ગામના હાઈસ્કૂલના કલાર્ક ધર્મન્દ્ર ભાનુંશકર ખીરા અને નિવૃત્ત ટ્રસ્ટી ગુણવત્તાલાલ ચુનીલાલ ખીરા લાંચ લેતા ઝડપાયા છે.


મોંઘવારી એરિયસ સહિત પાસ કરાવવા માટે લાંચ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં લોધિકાની ગાયત્રી હાઇસ્કુલમા ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકને તેઓના મોંધવારીના 53 ટકા મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે 12.15 લાખની રકમ ઝડપથી મળે તે હેતુથી હાઈસ્કૂલના કલાર્ક અને નિવૃત્ત ટ્રસ્ટીએ ત્રણ લાખનો વહિવટ કરવો પડશે તેમ કહ્યું હતું. જેથી રકઝકના અંતે બે લાખ ઘરે આપી જવાનો વાયદો શિક્ષકે કર્યો હતો. પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા નહીં હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

12.15 લાખની રકમ પાસ કરાવવા માટે માંગી લાંચ

રાજકોટ ACBએ ફરિયાદીએ કરેલી ફરિયાદ બાદ બંને શખ્સોને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન શિક્ષક લાંચની રકમ આપવા માટે ગયા હતાં. જ્યાં બંને આરોપીઓ લાંચની રકમ સ્વીકારતાં ACBના હાથે ઝડપાઈ ગયા હતાં. ACBએ લોધિકાના પાળ ગામની હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુંશંકર ખીરા અને નિવૃત્ત ટ્રસ્ટી ગુણવંતલાલ ચુનીલાલ ખીરાને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતાં.


  • Follow us on: