રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. ગોંડલમાં એક યુવકે વ્યાજખોરોનો ત્રાસ વધતા આપઘાતના વીડિયો બનાવ્યો. યુવકનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ટેકનિકલ ટીમની મદદથી આ વીડિયોની સતત્યતાની તપાસ કરી અને યુવકને આપઘાત કરતા રોક્યો. બાદમાં આ ઘટનાને વધુ ગંભીર માનતા તાત્કાલિક કાર્યવાહી કરી બે વ્યાજખોરોને ઝડપ્યા. આજે વીડિયોના કારણે એક યુવાનનો જીવ બચ્યો પરંતુ દરેક કિસ્સામાં પોલીસને સફળતા મળતી નથી.


વ્યાજખોરોના કારણે કરું છું આપઘાત

મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં એક યુવકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. અને આપઘાતનું કારણ આપતા કહ્યું કે વ્યાજખોરોથી કંટાળી આપઘાત કરું છું. આપઘાતની ચીમકી ઉચ્ચારનાર યુવકના વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પોતાની ટેકનીકલ ટીમની મદદ લઈ વીડિયોની સત્યતાની ચકાસણી કરી. અને તેના બાદ આ યુવક ક્યાંનો છે તેની તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે યુવક ગુંદાસરા ગામના વતની છે. પોલીસને આ માહિતીની મળતાની સાથે જ ગુંદાસરા પહોંચી અને યુવકને સમજાવી આપઘાત કરતા રોક્યો.

વ્યાજખોરોના ચક્કરમાં વધુ એક યુવાન

રાજ્યમાં વ્યાજખોરોના હીટલરશાહી વલણના કારણે અનેક લોકો આપઘાત કર્યાના કિસ્સા સામે આવ્યા છે. સામાન્ય લોકો પોતાની જરૂરિયાતને લઈને વ્યાજખોરો પાસે ઉછીના રૂપિયા લેતા હોય છે. પરંતુ નિયમ મુજબ ઉધાર લીધેલા રૂપિયા આપ્યા પછી પણ વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકો બહાર નીકળી શકતા નથી. વ્યાજખોરોના ઉઘરાણીના જડવલણના કારણે તેઓ મદદગાર નહી પરંતુ યમરાજ બનવા લાગ્યા છે. હાલમાં ગોંડલમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરનાર યુવકને પોલીસે બચાવી લીધો છે. અને આ મામલે ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે વ્યાજખોરો  શક્તિસિંહ ચાવડા અને ચિરાગ ઘોડાસરાને ઝડપી પાડ્યા છે. 

Disclaimer: આત્મહત્યા કરવી એ ગુનો છે પણ સમાચાર માધ્યમ હોવાને લઇ સારા અને ખરાબ બંને ન્યૂઝ બતાવવા ચોથી જાગીર તરીકે ફરજમાં આવે છે.. આત્મહત્યા કરવા જેવી સ્થિતિમાં સરકારે જાહેર કરેલી હેલ્પલાઇનનો ખાસ ઉપયોગ કરો..

  • Follow us on: