ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ મામલે વધુ એક ખુલાસો થયો છે. મોન્ટુ પટેલએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી PhD ડિગ્રી મેળવી હોવાનું સામે આવ્યું છે. ફાર્મસી ભવનમાં ચાર વર્ષ પહેલા એડમિશન મેળવી PhD ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ કેનેડા અને મૂળ અમદાવાદના ગાઈડ નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ મોન્ટુ પટેલએ PhDની ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફાર્મસી ભવનમાં કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે 5 વર્ષ માટે નીરવ પટેલની નિમણુંક થઇ હતી. દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે.


 મોન્ટુ પટેલ સામે મુદ્દે લાંચ લેવાના આરોપો

CBI એ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે લાંચ લેવાના આરોપોને લઈને અમદાવાદના ઝુંડાલ વિસ્તારના બંગલા પર દરોડા પાડ્યા હતા. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને દિલ્હીમાં PCIની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

CBIના અમદાવાદમાં દરોડા

CBIની કાર્યવાહી PCI દ્વારા ફાર્મસી કોલેજોને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓને તપાસ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને PCIના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. આ મામલે CBIએ ઝુંડાલમાં આવેલા મોન્ટુ પટેલના બંગલા અને દિલ્હીમાં PCIની ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.


  • Follow us on: