રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામની સીમમાંથી અંદાજે 10 ફુટ અને 11 કિલો વજનનો અજગરનું રેસ્ક્યુ જામકંડોરણાના ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જામકંડોરણાના ચિત્રાવડ ગામમાં રહેતા ખેડૂત કલ્પેશભાઈ મગનભાઈ ભુતના ખેતરમાં આવેલ ઓરડીમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો. ખેડૂત ભાઈએ જામકંડોરણાના ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું.


ફોરેસ્ટ વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ 

ખેડૂત ભાઈએ જામકંડોરણાના ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ ઓફિસર એન ટી પંડ્યા ફોરેસ્ટ સ્ટાફના જે એલ જોગરાયા, હનીફભાઇ ઓડિયા, હર્ષદ સિંહ જાડેજા, મથુર ભાઈ, વાલજીભાઈ, સેજુલ ભાઈ રામજીભાઈ ભુત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને યોગ્ય જગ્યાએ હેમખેમ છોડવામાં આવ્યો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક દોડી આવ્યું 

ચિત્રાવડ ગામમાં ખેડૂતના ઘરમાં અજગર ઘૂસી ગયો હતો. અજગર ઓરડીમાં હોવીની જાણ થતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું. આ મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અજગરને હેમખેમ છોડવામાં આવ્યું છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Follow us on: