સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત રાજકોટ લોકમેળાનો આવતીકાલ, 14 ઓગસ્ટથો પ્રારંભ થશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત આ લોકમેળો 14 થી 18 ઓગસ્ટ સુધી ચાલશે. લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મજા માનવા માટે ઉમટી પડશે તેવી અપેક્ષા છે. મેળામાં આવતા મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું સઘન આયોજન

મેળામાં મુલાકાતીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 DCP, 3 ACP, 15 PI સહિત કુલ 1,700 થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, ભીડ પર નિયંત્રણ રાખવા માટે 14 વોચ ટાવર અને CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. ખાસ કરીને, આ વર્ષે ભીડને કન્ટ્રોલ કરવા માટે AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF અને ફાયરની ટીમો પણ મેળામાં તૈનાત રહેશે.

વાહન પાર્કિંગ અને રોડની વ્યવસ્થા

મેળામાં આવતા વાહનચાલકોની સુવિધા માટે રિંગરોડને જોડતા 8 રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે. મેળાની આસપાસ કુલ 14 સ્થળોએ મફત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાર્કિંગ સ્થળોએ પણ સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાઓથી મુલાકાતીઓ સરળતાથી મેળાની મુલાકાત લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી બચી શકશે.


  • Follow us on: