રાજકોટ મનપા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. બે મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે. શહેરના બે ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જગનાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર, ભક્તિનગર સહિતના વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરમાં પાણી વિતરણ અંગે નાગરિકોએ અનેક ફરિયાદો કરી છે.


રાજકોટ મનપા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ 

મનપા દ્વારા અપાતા પાણીના નમૂના ફેલ થવા અંગે વિપક્ષી નેતા વસરામ સાગઠિયાના કોર્પોરેશન અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ સ્થિતિ માટે મહાનગરપાલિકાના સતાધીશો અને પદાધિકારીઓના જવાબદાર છે. પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદો કરી છે. સ્થાનિકો દ્વારા ડહોળા પાણીની પણ અનેક ફરિયાદ થઈ છે, હવે જાણવા મળ્યું છે કે નમૂના ફેઇલ થયા છે.

 બે મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ 

શહેરમાં આપવામાં આવતા પીવાનું પાણી અશુદ્ધ હોવાથી લોકોને હાલાકી પડી રહી હતી. થોડા સમય પહેલા પાલિકા દ્વારા પાણીના નમૂના લઈને તપાસ કરવામાં આવી છે. જેમાં બે મહિના બાદ પાણીના નમૂના ફેલ થયા છે. લોકો પાલિકાના પાપે ડોહળું પાણી પીવા મજબુર બન્યા છે. લોકો દ્વારા ડોહળા પાણી અંગે અનેક રજૂઆતો કરવા છતા કોઈએ ધ્યાને ન લીધુ હતું. લોકોનો આક્ષેપ છે કે આમાં બિમારી ફેલાય તો જવાબદારી કોની. તથા પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.


  • Follow us on: