રાજકોટમા ગેરકાયદે ધમધમતા કતલખાના અંગે વિવાદ સર્જાય તેવા એંધાણ છે. કતલખાનાના સરવે મામલે મહાનગર પાલિકામાં વિવાદ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.શહેરમાં નોનવેજના વેચાણ અંગેના સરવે અંગે અનેક સવાલો ઉભા થયાં છે. કતલખાના સ્થળાંતર કરવા મનપા તંત્ર સતર્ક બન્યુ છે.નોનવેજના વેચાણ-નિયમો અંગે રજૂઆત બાદ વિવાદ સર્જાયો છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્યએ કલેક્ટર સમક્ષ મુદ્દો ઉઠાવતા વિવાદ વકર્યો છે.
ધારાસભ્ય દ્વારા બેઠકમાં કલેક્ટર સમક્ષ મુદો ઉઠાવ્યો
રાજકોટ શહેરમાં ધમધમતા ગેરકાયદે કતલખાનાના સર્વે અંગે મામલે મહાનગરપાલિકામાં વિવાદના એંધાણની શક્યતાઓ છે. ગેરકાયદે ધમધમતા કતલખાના કેટલા? કાયદેસરના કેટલા? માંસ અને મચ્છી સહિતના નોનવેજના વેચાણ અંગે સર્વેથી વિવાદ સર્જાયો છે.કતલખાના સ્થળાંતર કરવાની વર્ષોથી વાતો માટે ફરીથી મનપા તંત્ર સતર્ક બન્યું છે.શહેરમાં નોનવેજના વેચાણ અને તેના નિયમો અંગે વિવિધ વિસ્તારોમાં રજૂઆત બાદ વિવાદ વકર્યો છે. નોનવેજ અંગે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દ્વારા બેઠકમાં કલેક્ટર સમક્ષ મુદો ઉઠાવ્યો હતો ત્યારથી વિવાદ વકર્યો છે.
કતલખાનુ શહેરની બહાર ખસેડવા ફરી વિચારણા શરૂ કરાઈ
રાજકોટમાં ભીલવાસનું કતલખાનુ શહેરની બહાર ખસેડવા ફરી વિચારણા શરૂ કરાઈ છે. આ માટે આરોગ્ય વિભાગે ટાઉન પ્લાનીંગ શાખા પાસે જમીન માંગી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. રાજકોટમાં મોચીબજારથી માંડી મોરબી રોડ, કાલાવડ રોડ પર ઘણા ગેરકાયદે કતલખાના અને નોનવેજ વેચાણ થતુ હોવાની અનેક ફરિયાદો મળી છે. જેથી તમામ સ્થળે તપાસ કરવા મનપાના આરોગ્ય અને સોલીડ વેસ્ટ વિભાગને સૂચના અપાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.