ગુજરાતમાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજ્યમાં ફરી એક વખત એરઇન્ડિયાની ફલાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી. પ્રાથમિક ધોરણે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ હોવાનું કહેવાય છે.


રાજકોટથી મુંબઈ જતી ફલાઈટ રદ

અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત 1 મુસાફરોનો બચાવ થયો હતો. જ્યારે પ્રવાસીઓ સહિત ક્રૂ મેમ્બરના પ્લેન અકસ્માતમાં મોત નિપજયા હતા. એરઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની આ ઘટના બાદથી અત્યારસુધીમાં 5 થી 6 વખત ફલાઈટ રદ કરવામાં આવી હોવાની ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા તો દેશમાં મુસાફરી માટે ઉડાન ભરતા એરઇન્ડિયાના પ્લેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ રદ કરવામાં આવી છે. આજે ફરી એરઈન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા મુસાફરો ફસાયા.

અમદાવાદમાં એરઇન્ડિયા પ્લેન દુર્ઘટના

જણાવી દઈે કે અમદાવાદમાં 12 જૂનના રોજ એરઇન્ડિયાનું પ્લેન લંડન જવા ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શહેરના મેઘાણીનગર જેવા ગીચ વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત સ્થાનિકો પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટના ગુજરાત માટે વધુ ગોઝારી સાબિત થઈ હતી. કારણ કે આ અકસ્માતમાં ગુજરાતની રાજનીતિમાં અગ્રણી રહેલા અને ભાજપના દિગ્ગજ નેતા તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હજુ પણ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

  • Follow us on: