અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેમના DNA મેચ થયા બાદ તેમનો નશ્વર દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે અમદાવાદથી તેમનો નશ્વર દેહ રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ રાજકોટ ખાતે વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
અંતિમ ક્રિયા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું













