રાજકોટમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, રાજકોટમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ગઇકાલના વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, પહેલા વરસાદમાં જ પોપટપરા નાળું ભરાયું છે, મહિલા કોલેજ અંડર બ્રિજમાં પણ પાણી ભરાયા છે, એસ્ટ્રોન ચોકમાં પણ પાણી ભરાયા છે સાથે સાથે ચોમાસામાં વિકટ સ્થિતિ સર્જાઇ શકે તે નક્કી આવી સ્થિતિથી દેખાઈ આવે છે.
રાજકોટમાં પોપટપરા નાળું પાણીથી ભરાયું
રાજકોટમાં ગઈકાલે વરસેલા વરસાદને પગલે મહાનગરપાલિકા પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, પહેલા વરસાદમાં જ પોપટપરા નાળું, મહિલા કોલેજ અંદર બ્રિજ, એસ્ટ્રોન ચોક નાળું સહિતના સ્થળે પાણી ભરાયા હતા અને ઉનાળામાં પુરા કરવાના કામો ચોમાસાની શરૂઆતે શરૂ કરતા લોકોને ભારે તકલીફ પડી રહી છે.
બાબરામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ
દિવસભર અસહ્ય ઉકળાટ-બફારા સાથે બપોર પછી અચાનક હવામાન પલટો થયો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર ૪ ઈંચ, અમરેલી જિલ્લાના બાબરામા દોઢ ઈંચ, જેતપુર, નવાગામમા દોઢ ઈંચ, કોટડાસાંગાણીમા ૧ ઈંચ, જૂનાગઢ, કુંકાવાવ, વડીયા, અમરેલી, સાવરકુંડલા, ધારી,ધોરાજી, જામકંડોરણામા છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ધારીના બોરડી ગામે વીજળી પડતા એક શખસનુ મોત થયુ છે. ગોંડલમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સોસાયટી વિસ્તારમાં લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. બાબરામાં પાણી ભરાતા વાહનો ડૂબ્યા હતા.