રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસ ધોરાજીની સામાન્ય જનતા કોઈ પણ પાર્ટીના શાસનથી નારાજ છે. ધોરાજીના જમનાવડ રોડ, જુના ઉપલેટા રોડ, જુનાગઢ રોડના રોડ-રસ્તાઓથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં કે એક ગામ કે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટેના તમામ માર્ગો કે રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે.


રોડના ખાતમુહૂર્ત થયા બાદ કામગીરી શરૂ થાય છે પણ પુરી નથી થતી

ચોમાસું સત્ર અને નવરાત્રિ અને હવે દિવાળીના પર્વ લોકોને આવા પર્વ પણ ઉજવવા મુશ્કેલ બન્યા છે, ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા મોટે ઉપાડે ખાતમુહૂર્ત વિધિ કરી જાય છે અને કોન્ટ્રાકટર કામગીરી પણ હાથ ધરી દે છે પણ પછી ખોદકામ થોડાક દિવસો થઈ જાય છે અને પછી કામગીરી ઠપ્પ થઈ જાય છે અને વિસ્તારના લોકો કે રહેતા લોકો અને દુકાન ધારકો કે પછી ઉદ્યોગકારો જુનાગઢ રોડ કે જમનાવડ રોડ કે જુનો ઉપલેટા રોડ ખાતમુહૂર્ત અને કામગીરી કરી અને પછી પાછી કામગીરી કોઈ કારણસર બંધ થયા બાદ લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને પછી પાછા ફરતા નથી.

ઉદ્યોગકારોના કારખાનાઓ પર પણ માઠી અસર

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તો ફક્ત ખાતમુહૂર્ત વિધિ માટે જ દેખાય છે પછી ભલે લોકો હેરાન થાય અને જે રોડ રસ્તાનું કામ થાય છે અને પછી ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં કામ ફરી બંધ અને જે વિસ્તારમાં કામ બંધ થતાં રહેતાં લોકો હેરાન અને દુકાનો ધારકોના ધંધા-રોજગાર બંધ થાય છે અને કર્ફ્યુ જેવી પરિસ્થિતિ પેદા થાય છે અને ઉદ્યોગકારોના કારખાનાઓ પર પણ માઠી અસર થાય છે, ત્યારે લોકો એવું પણ જણાવી રહ્યા છે કે વિસાવદર વાળી કે નેપાળ વાળી ન થાય તે પહેલા શાનમાં સમજી જાવ તો સારું નહીંતર લોકો સમય આવતા તમારી શાન ઠેકાણે લાવી દેશે, ધોરાજીના શહેર કે ગામડાના તમામ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે.


  • Follow us on: