સાત મહિનાથી ફરાર છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને પહેલા હાઇકોર્ટ દ્વારા જામીન ફગાવવામાં આવ્યા હતા હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આગોતરા જામીન અરજી રદ કરી દીધી છે, હનીટ્રેપમાં ફસાયેલા અમિત ખૂંટે આપઘાત કર્યો હતો અને આપઘાત પહેલા ખુંટ દ્વારા સ્યુસાઇડ નોટ લખવામાં આવી હતી જેમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આરોપ લગાવ્યા હતા.
હવે રાજદિપસિંહ જાડેજાને સરેન્ડર થવુ પડશે
ગોંડલના રિબડા ગામના અમીત દામજીભાઈ ખુંટ નામના યુવકે તેની વાડીએ ઝાડમાં લટકી આપઘાત કરી લીધાના બનાવમાં ગોંડલ તાલુકા પોલીસે રિબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા,તેનો પુત્ર રાજદીપસિંહ સહીતના આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમા તાજેતરમાં જ અનિરૂધ્ધસિંહ જાડેજાએ અગાઉના કેસમાં સરેન્ડર થતા તેની તેમજ તેના સાગરીતો તેમજ અગાઉ યુવતી સહીતના આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે ગુનો નોંધાયા બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા આરોપી રાજદીપસિંહએ હાઈકોર્ટ બાદ સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન આપવા અંગે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા હવે રાજદિપસિંહ જાડેજાને સરેન્ડર થવુ પડશે.













