રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારા અગ્નિકાંડ બાદ ઝડપાયેલા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક કેસમાં મોટી રાહત મળી છે.હાઇકોર્ટે TPO મનસુખ સાગઠિયાને અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન મંજૂર કર્યા છે. મનસુખ સાગઠિયા દિવાળી જેલની બહાર મનાવશે. 


આરોપી મનસુખ સાગઠીયાને મળ્યા જામીન

TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મનસુખ સાગઠીયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી અગાઉ બે કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા. હાલમાં બેનામી સંપત્તિ ના કેસમાં મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી ચાલુ છે. જો ઈડી વાંધો નહીં ઉઠાવે તો સાગઠિયાને આ કેસમાં પણ જામીન મળી શકે છે.

ED વાંધો નહીં ઉઠાવે તો સાગઠિયાને મળશે જામીન

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત તા. 25 મે, 2024 ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગોઝારા અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસના અંતે મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.


  • Follow us on: