રાજકોટમાં સગીરા સાથે છેડતીના એક ગંભીર મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ હેડક્વાર્ટર નજીક શિવ આઈસ્ક્રીમ પાર્લર ચલાવનાર હરેશ ગેહાણી નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. 11 વર્ષની એક સગીરા દૂધ લેવા માટે આ પાર્લર પર ગઈ હતી. તે દરમિયાન પાર્લરના સંચાલક હરેશ ગેહાણીએ સગીરા સાથે અશ્લીલ શારીરિક અડપલા કર્યા હતા.


શિવ આઇસ્ક્રીમ પાર્લરના હરેશ ગેહાણીની ધરપકડ

આ ઘટના બાદ સગીરાએ ઘરે જઈને પરિવારને આ સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારે તાત્કાલિક પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ માટે આ મામલો વધુ ગંભીર એટલા માટે હતો કે આ ઘટના ખુદ પોલીસ હેડક્વાર્ટરની બિલકુલ નજીક આવેલા વિસ્તારમાં બની હતી. જ્યાં પોલીસની સતત અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા હોય છે.

પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો છેડતીનો ગુનો

ત્યાં જ આવી ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફરિયાદ મળતાની સાથે જ સક્રિય થઈને આરોપી હરેશ ગેહાણીને ઝડપી પાડ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધતી જતી અસુરક્ષાનો સંકેત આપે છે અને બાળકોની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.


  • Follow us on: