રાજકોટમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. દૂધ લેવા આવેલી સગીરા સાથે દુકાનદારે અડપલા કર્યા હતા. પોલીસ હેડ કવાટર પાસે આવેલી દુકાનમાં આ ઘટના બની હતી. પોલીસે નરાધમ હરેશ ગેહાણીની અટકાયત કરી છે. પોક્સો સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં બે સગીરા અડપલાનો ભોગ બની છે.


સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

શહેરમાં વધુ એક સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં બે સગીરા અડપલાનો ભોગ બની છે. રાજકોટના પોલીસ હેડ કવાટર પાસે આવેલ દુકાનમાં દૂધ લેવા આવેલ 11 વર્ષીય સગીરાની દુકાનદારે કરી છેડતી અને અડપલા કર્યા હતા. આ મામલે પોલિસ ફરિયાદ થતા પોલીસે આરોપીની અટકાયત કરી છે. પોકસો સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

11 વર્ષીય સગીરાની દુકાનદારે કરી છેડતી કરી 

પોલીસ હેડ કવાટર પાસે આવેલ દૂધની દુકાનમાં દૂધ લેવા આવેલ 11 વર્ષીય સગીરાની દુકાનદારે કરી છેડતી કરી હતી. આ ઘટનાની જાણ સગીરાએ પરિવારને કરતા પરિવારે દુકાન દાર સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદની ગંભીરતા જોતા તાત્કાલિક આરોપીની અટકાયત કરી છે. આરોપી સામે પોકસો સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: