રાજકોટના ગોંડલમાં રાઇડ સાથે મેળો યોજાશે અને લોકમેળામાં આખરે રાઈડ્સને મંજૂરી મળી ગઈ છે, ગોંડલના સંગ્રામસિંહજી કોલેજચોકના હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર મેળો ભરાય છે. ત્યારે ગઈકાલે સાંજે 6 વાગે ગોંડલ નગરપાલિકા (ભગવત ભૂમિ) આયોજિત સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો હતો. કુમાર ગોંડલ ધારાસભ્ય પ્રતિનિધિ ગણેશસિંહ જાડેજા, જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ સહિત સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોક મેળાનું દીપ પ્રાગટય કરીને રીબીન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો.


લોકમેળામાં ડાયરાનું પણ કરાયું આયોજન

આ લોક મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાગરિક બેન્કના ચેરમેન કિશોરભાઈ કાલરીયા સહિતના રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગોંડલમાં હતા. 7 દિવસનો લોક મેળો યોજાશે લોક મેળામાં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિતના કાર્યક્રમો યોજાશે.

લોકમેળામાં લાખો લોકોની ઉમટી ભીડ

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસીય જન્માષ્ટમીના શૌર્યનું સિંદૂર લોકમેળાનું પ્રભારી મંત્રીના હસ્તે ઉદ્દયાટન કરવામાં આવતાની સાથે જ મેળાની રંગત જામી હતી પ્રથમ દિવસે જ રાત્રીના ૮ વાગ્યા સુધીમાં દોઢ લાખ લોકોએ મેળો માણ્યો હોવાથી ખાણીપીણી, રાઈડ્સ, રમકડા સહિતના તમામ ધંધાર્થીઓને તડાકો બોલી ગયો હતો. આવતીકાલે સાતમ અને શનિવારે આઠમ હોવાથી આ બે દિવસ દરમિયાન મેળામાં લાખોની ભીડ ઉમટી પડનાર હોય વેપારીઓને કમાણીમાં બખ્ખા બોલી જશે.દરમિયાન મોડી સાંજે રાજકોટમાં વરસાદનું ઝાપટુ પડતા લોકો મેળામાં ભીજાયા હતા.

લોકમેળામાં સંસ્કૃતિનો ધબકાર જીવંત છે

રાજકોટના પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલે કહ્યું હતું કે, લોકમેળા માટે શૌર્યનું સિદૂર નામ પસંદ કરનાર અને તેને મંજૂર કરનારને ખાસ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશદાઝ અને સૈન્યના અપ્રતિમ સાહસ અને જવાંમર્દીનું પ્રતીક છે. શૌર્યનું સિરક લોકમેળો નામ તેને સાર્થક કરે છે. રાજકોટના આ પરંપરાગત લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આવે છે. મેળા થકી અનેક લોકોને રોજગારી પણ મળે છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, લોકમેળો એ માનવહૃદયમાં રહેલાં આનંદનો ઉભરો છે. લોકમેળો ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર છે.

 

  • Follow us on: