રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસીય જન્માષ્ટમીના શૌર્યનું સિંદૂર લોકમેળાનું પ્રભારી મંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવતાની સાથે જ મેળાની રંગત જામી હતી પ્રથમ દિવસે જ રાત્રીના 8 વાગ્યા સુધીમાં દોઢ લાખ લોકોએ મેળો માણ્યો હતો. સળંગ ત્રણ રજાઓ હોવાથી મેળામાં લોકોની ભીડ જામી હતી. વેપારીઓને પણ ધંધા રોજગાર વધતા રાહત થઈ હતી. આ મેળાના ચોથા દિવસે પણ ભીડ જોવા મળી હતી.
ચોથા દિવસે સવારથી મેળો માણવા માટે લોકો ઉમટ્યા













