રાજકોટ મહાનગર પાલિકાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. પર્યાવરણને નુકશાની પહોંચાડવાના વળતર સંદર્ભે દંડ ફટકારાયો છે. નાકરાવાડી સ્થિત ઘન કચરાને નિયત સમયમાં સાફ કરવામાં નિષ્ફળ જતા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપાએ 22.50 કરોડ રૂપિયા દંડની રકમ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાને NGT નો રૂ. 22.50 કરોડનો દંડ
રાજકોટ નગર પાલિકા લોકો પર કચરો નિકાલ કરવા તદડો ટેક્સ નાખી રહી છે. નાકરાવાડીમાં કચરાનો નિકાલ ન થતા રૂ.22.50 કરોડનો દંડ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેરથી દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર વર્ષોથી કચરાના ઢગલા ખડકાયેલા છે. આ કચરાના નિકાલ માટે પાલિકાએ એબેલોન ક્લીન એનર્જીને આ કામ સોપ્યું હતું.













