રાજકોટના મેંગો માર્કેટ પાસેથી પકડેલા ઢોર માલિકો દાદાગીરી કરીને છોડાવી ગયા છે, મનપાએ પકડેલા 20થી 25 ઢોરને માલિકો છોડાવી ગયા છે, પોલીસ અને વિજીલન્સના સ્ટાફની હાજરીમાં દાદાગીરી કરી હતી અને ટ્રેકટરમાં ઘુસીને દરવાજો ખોલીને ઢોરને છોડાવ્યા હતા, રાજકોટ-અમદાવાદ હાઈવેનો વીડિયો વાયરલ થયો હતો અને પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઇ હોવાની વાત સામે આવી છે.


રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકોએ કરી દાદાગીરી

રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી અને મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડેલા ઢોર માલિકો છોડાવી ગયા છે, કાર અને બાઈકમાં આવેલા 20 થી 25 જેટલા માણસો આ પશુને છોડાવી ગયા હોવાની વાત સામે આવી છે. પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી આપવામાં આવી છે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં ન આવી.

ગુજરાતમાં હજી પણ છે રખડતા ઢોરનો ત્રાસ

ભારતના રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે મનપા દ્વારા વીઆઈપી રૂટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં રખડતા ઢોર દેખાતા મનપાએ તેને ઝડપી લીધા હતા, ત્યારે મેંગો માર્કેટ પાસે પાંચ ઢોરને ઝડપી પાંજરે પૂર્યા હતા અને કાર્યવાહી કરી હતી તે દરમિયાન પશુપાલકોનું ટોળું આવે છે અને પોલીસની સાથે દાદાગીરી કરીને પશુ છોડાવી જાય છે. આ ઘટના બનતા અમે 100 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. તો પશુપાલકોએ કાયદો હાથમાં લીધો હતો અને બબાલ પણ કરી હતી, તો પશુપાલકો સામે ફરિયાદ નોંધાય તે જરૂરી છે, તમારા ઢોર રખડતા હોય છે ત્યારે તમને ચિંતા થતી નથી અને મનપા લઈ જાય ત્યારે તમે છોડાવા માટે દોડધામ કરો છો. પશુપાલકો તમારી આવી દાદાગીરી નહી ચાલે તે પણ નક્કી છે.


  • Follow us on: