રાજકોટમાં સરકારી અને ખાનગી શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન અનેક બાળકોમાં વિવિધ બીમારી સામે આવી હતી. રાજકોટમાં 1.90 લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણીમાં અનેક વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રકારની બીમારી સામે આવી હતી. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ચકાસણી કરવામાં આવી હતી.


126 વિદ્યાર્થીઓને હૃદયની બીમારી હોવાનુ સામે આવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી અને સરકારી શાળાના 1.90 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 26 વિદ્યાર્થીઓને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 38 જેટલા વિદ્યાર્થીઓને કિડનીની બિમારી હોવાનું જણાયું હતું. આ ઉપરાંત 126 વિદ્યાર્થીઓને હૃદયની બીમારી હોવાનુ સામે આવ્યું હતું.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ચકાસણી કરાઈ

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. હવે બાળકોમાં જોવા મળેલી બીમારીને લઈને વાલીઓએ પણ ચેતવાની જરૂર છે. મનપા દ્વારા કરવામાં આવેલી ચકાસણીના આંકડા ભાવી પેઢીના આરોગ્ય માટે ચિંતાજનક છે. આ બાળકોને સરકાર તરફથી સારવાર આપવામાં આવશે તેવું મનપાના સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે વાલીઓએ પણ આજના યુગમાં બાળકોને અપાતા આહાર અંગે જાગૃત થવાની જરૂર છે.


  • Follow us on: