રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ હતી. જાણીતા લોકગાયિકા મીરાબેન આહિરને હોસ્પિટલ સ્ટાફના કડવા અનુભવનો ભોગ બનવું પડ્યું હતું. જેને પગલે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમના ભાઈની સારવાર માટે હોસ્પિટલમાં કેસ લેવામાં નહોતો આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.
નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીને કરાયા સસ્પેન્ડ













