રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું. કેટલાક બાંધકામોને આ દરમિયાન સીલ મારવામાં આવ્યા હતાં. પરંતુ હવે રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. ફાયર સેફ્ટી મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ પરમીશન આપવામાં આવશે.
15,000થી વધુ બિલ્ડિંગોને BUનો માર્ગ મોકળો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા જ મોટી રાહત આપી છે. જેના કારણે રાજકોટમાં 15 હજારથી વધુ બિલ્ડિંગોના બીયુ પરમીશનનો માર્ગ મોકળો થયો છે. રાજકોટમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા 10થી 12 જેટલા એસોસિએશન દ્વારા બીયુ પરમીશન માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.













