ગુજરાતમાં તહેવાર ટાણે જ લોકલ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોને હાલાકી થાય તેવી સ્થિતિ સર્જાશે. રાજકોટ ડિવિઝન દ્વારા લાંભ પાંચમ એટલે કે 26 ઓક્ટોબરના રોજ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેન રદ થતાં અનેક મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ટેકનિકલ કારણોસર આ ટ્રેનને રદ કરવામાં આવી છે.


ડેમુ ટ્રેનને ટેકનિકલ કારણોસર રદ જાહેર કરાઈ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જણાવ્યા અનુસાર મોરબીથી વાંકાનેર વચ્ચે રોજની 12 જેટલી ટ્રેનો દોડે છે. જેમાં 36 ટ્રેનો વાંકાનેરથી મોરબી અને 6 ટ્રેનો મોરબીથી વાંકાનેર તરફ દોડે છે. આગામી 26 ઓક્ટોબર લાભ પાંચમના દિવસે આ ડેમુ ટ્રેનને ટેકનિકલ કારણોસર રદ જાહેર કરાઈ છે. તહેવારોના દિવસોમાં ટ્રેનો ફૂલ હોય છે. હવે દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં લોકોની અવર જવરમાં વધારો થશે તેવામાં ટ્રેન રદ કરાતા લોકોને તકલીફો થાય તેવી શક્યતાઓ છે.

24 ઓક્ટોબરે અમદાવાદ જંક્શનથી દોડતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ

બીજી તરફ પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે 24 ઓક્ટોબરે અમદાવાદ જંક્શનથી દોડતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો કામગીરીના કારણે એક દિવસ માટે રદ કરવામા આવી છે. જેથી મુસાફરોને રેલવે વિભાગ દ્વારા અપીલ કરાઈ છે કે તેઓ મુસાફરી પહેલા ટ્રેનોના સમય પત્રક, સ્ટોપ અને વિગતો જાણવા માટે ઓનલાઈન ઈન્કવાયરી કરી શકે છે.


  • Follow us on: