રાજકોટમાં અસામાજિક તત્વોને કાયદાની કોઈને પડી ના હોય તેવું લાગી રહ્યું છે, રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને યુવકને જાહેરમાં માર માર્યો હોવાની વાત સામે આવી છે, 4-5 લુખ્ખા તત્વોએ યુવકને માર માર્યો છે અને યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ અને વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


રાજકોટમાં મારામારીનો વધુ એક વિડિયો આવ્યો સામે

રાજકોટના કિસાનપરા ચોક નજીક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં માર માર્યો હોવાની વાત સામે આવી છે, ચારથી પાંચ શખ્સો એક યુવકને ઢીકાપાટુનો માર મારતો વીડિયો સામે આવ્યો છે. કયા કારણોસર યુવકને માર મરાયો તેનું કારણ અકબંધ છે અને રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓનો આતંક પહોચ્યો છે ચરમસીમા પર અને વાયરલ વિડીયોના આધારે પ્ર.નગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માર મારનાર શખ્સો હજી પોલીસની પકડમાં આવ્યા નથી.

રાજકોટના સ્વાતિ પાર્કમાં દિવાળીની રાતે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

રંગીલું રાજકોટ દિવાળીના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું ત્યારે શહેરના એક પોશ વિસ્તાર સ્વાતિ પાર્કમાં અસામાજિક તત્વોએ બેફામ બનીને ભારે આતંક મચાવ્યો હતો. આ તત્વોએ મચાવેલા હોબાળા અને તોડફોડની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના દિવાળીની રાત્રે બની હતી. જ્યારે મોટાભાગના લોકો તહેવારની ઉજવણીમાં મશગૂલ હતા. આ અસામાજિક તત્વોએ ભેગા મળીને સોસાયટીમાં તોડફોડ કરી હતી અને મોટેથી બૂમરાણ મચાવીને ભયનો માહોલ પેદા કર્યો હતો. આ તત્વોની ગુંડાગીરીથી સ્વાતિ પાર્કના રહેવાસીઓ ભારે ડર અને ચિંતામાં મુકાયા હતા. 

  • Follow us on: