રંગીલું રાજકોટ દિવાળીના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું ત્યારે શહેરના એક પોશ વિસ્તાર સ્વાતિ પાર્કમાં અસામાજિક તત્વોએ બેફામ બનીને ભારે આતંક મચાવ્યો હતો. આ તત્વોએ મચાવેલા હોબાળા અને તોડફોડની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના દિવાળીની રાત્રે બની હતી. જ્યારે મોટાભાગના લોકો તહેવારની ઉજવણીમાં મશગૂલ હતા.


દિવાળીની રાતે સ્વાતિ પાર્કમાં મચાવ્યો આતંક

આ અસામાજિક તત્વોએ ભેગા મળીને સોસાયટીમાં તોડફોડ કરી હતી અને મોટેથી બૂમરાણ મચાવીને ભયનો માહોલ પેદા કર્યો હતો. આ તત્વોની ગુંડાગીરીથી સ્વાતિ પાર્કના રહેવાસીઓ ભારે ડર અને ચિંતામાં મુકાયા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ તત્વો કેવી રીતે બેફામ બનીને સોસાયટીમાં ઘૂસ્યા હતા અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી અને ન્યાયની માંગ કરી હતી.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

રાજકોટમાં સતત વધી રહેલી ગુનાખોરી અને હવે દિવાળી જેવા પવિત્ર તહેવાર પર અસામાજિક તત્વોનો ખુલ્લો આતંક પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. શહેરમાં શાંતિપૂર્ણ રીતે રહેતા નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આ આતંક મચાવનારા તત્વોને ઝડપી પાડવા અને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવા અનિવાર્ય છે. 

  • Follow us on: