ગુજરાત હાઈકોર્ટે બુધવારે ટ્રાફિક મુદ્દે યોજાયેલી સુનાવણી દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી.કોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસને ટકોર કરતાં કહ્યું હતું કે,ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો.સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે,મારો ડ્રાઈવર પકડાય તો પણ કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો. બીજી તરફ રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આગામી આઠમી સપ્ટેમ્બરથી ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરાયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ડીસીપી પૂજા યાદવે એક પ્રેસનોટ જાહેર કરીને કહ્યું છે કે, શહેરમાં વધતા અકસ્માતોને પગલે આગામી આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. શહેરમા હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિને દંડ કરવામાં આવશે. હેલ્મેટના કાયદાનો અન્ય મેટ્રો શહેરોની સાથે રાજકોટમાં પણ અમલ કરવામાં આવશે. જેથી ફરીવાર ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણની શકયતાઓ સેવાઈ રહી છે.
કોઈ અધિકારીની ગાડી ટ્રાફિકનો ભંગ કરે તો છોડશો નહીં
હાઈકોર્ટે ટ્રાફિક અંગેની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો. કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર હોય અને પકડાય તો પણ તેની સામે કાર્યવાહી કરો. પોલીસ ટ્રાફિકની સમસ્યાને ગંભીરતાથી લે. કોઈ અધિકારીની ગાડી ટ્રાફિકનો ભંગ કરે તો છોડશો નહીં.