રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા પાણીની રૂઠેલા તંત્રથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની અંદાજે એક લાખ વસતી માટે પાણીનું વિતરણ છથી આઠ દિવસે જ કરવામાં આવે છે, જેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં વસતી સતત વધી રહી છે, પરંતુ અનિયમિત તથા દૂષિત પાણીના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.
ચુંટણીના ખોટા વચનો, પાણીની સમસ્યા યથાવત
નગરપાલિકાના પક્ષોએ ચુંટણીઓ સમયે વિવિધ વચનો આપી લોકોના મત મેળવ્યા હતા, પણ સત્તા પર આવ્યા બાદ પાણીના પ્રશ્ને કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. જનતાને શુદ્ધ અને નિયમિત પાણી મળાવાનું વચન ફરીથી પોકળ સાબિત થઈ રહ્યું છે. હાલની સ્થિતિમાં છથી આઠ દિવસ પછી મળી રહેલું પાણી પણ અનેકવાર દૂષિત અને સ્વાસ્થ્ય સામે જોખમરૂપ પાણી મળી રહ્યું છે, જેથી આમ જનતા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહી છે.
નગરપાલિકાની અવ્યવસ્થિત પાણી વિતરણ વ્યવસ્થા
લોકો વારંવાર ફરિયાદો કરે છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ હજુ મળ્યો નથી. ધોરાજીમાં વોર્ડ નંબર 9 માં સતત વધી રહેલી વસતી વચ્ચે, પુરતું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાથી ધોરાજી નાગરિકોના જીવનમાં પાણીની સમસ્યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. દૂષિત પાણીના લીધે લોકો પરેશાન થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા છથી આઠ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.