રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેતપુર રોડ પર અજાણ્યા ડમ્પરે યુવકને અડફેટે લેકા મોત થયું છે. આ અકસ્માતમાં યુવક ગોવિંદ ઠાપાનામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક યુવક પનઘટ હોટલમાં કામ કરતો હતો.


યુવાનને અજાણ્યા ડમ્પરે અડફેટે લેતા મોત

રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં હિટ એન્ડ રન ની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઇવે પર આવેલ પનઘટ હોટલની નજીક એક યુવાન કામ પરથી નિકળ્યો ત્યારે અજાણ્યા ડમ્પરે અડફેટે લેતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઇવે પર આવેલ પનઘટ હોટેલમાં ગોવિંદ ઠાપા નામનો યુવાન કામ કરતો હતો જેને અજાણ્યા ડમ્પરે અડફેટે લેતાં મોત થયું છે.

જેતપુર રોડ પર પરપ્રાંતીય યુવાનની હિટ એન્ડ રનમાં મોત

હાલમાં મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હિટ એન્ડ રનમાં હોટલમાં કામ કરતો યુવાનનું મોત થયું છે તે મૃતક યુવાન બીજા રાજ્યનો એટલે કે પરપ્રાંતિય હોય તેવી માહિતી મળી છે. પોલીસે તમામ ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: