રાજકોટના રીબડા ગમે પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા હાથ મેળવી છે. આ ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને આગ્રાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ શાર્પશૂટરોની ધરપકડથી આ કેસના રહસ્યો પરથી પડદો ઊંચકાયો છે.


હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું

તમને જણાવી દઈએ કે, પોલીસે જે ચાર આરોપીઓને ઝડપ્ય છે તેમાં ઈરફાન ઉર્ફે શિપા કુરેશી, અભિષેક જીન્દલ, પ્રાન્શુકુમાર જીન્દલ અને વિપિન કુમાર જાટનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફાયરિંગ જૂની અદાવતને કારણે કરવામાં આવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે, આ ફાયરિંગ હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી કરવામાં આવ્યું હતું.

જુની અદાવતમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું!

મહત્વનું છે કે, આરોપી વિપિન કુમાર જાટને ફાયરિંગ કરવા માટે રૂપિયા 5 લાખ આપવામાં આવ્યા હતા, જ્યારે અભિષેક અને પ્રાન્શુને રૂપિયા 1-1 લાખ ચુકવવામાં આવ્યા હતા. હાર્દિકસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહના ભત્રીજા વચ્ચેની જૂની અદાવતને કારણે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસે હાર્દિકસિંહ જાડેજા સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.





  • Follow us on: