રાજકોટ શહેરના જામનગર રોડ પર જુના સાંઢીયા પુલ બ્રિજને નવો ફોરલેન બ્રિજ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન સાંઢિયા પુલના નિર્માણની કામગીરી વખતે સ્લેબ નમી પડ્યો હોવાની મોટી દુર્ઘટના સામે આવી છે. 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલની કામગીરી વખતે ટેકા ખસી જતા છતમાં અઢી ફૂટ જેટલું ગાબડું પડ્યું. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
બ્રિજ દુર્ઘટના બાદ સઘન કામગીરીના આદેશ













