રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આવકવેરા વિભાગે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઈન્કમ ટેક્સ વિભાગે સર્વે શરૂ કર્યો છે. મિલકતોની વિગતનો રિપોર્ટ અપૂરતો હોવાની વાત સામે આવતા જ આવકવેરા વિભાગે કાર્યવાહી છે.
મિલકતોની વિગતનો રિપોર્ટ અપૂરતો હોવાથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું
30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે એવીી પણ ચર્ચા છે કે આ તપાસમાં રાજકોટના અનેક મોટા માથાઓ પણ ઝપટે ચડે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પ્રથમ વખત ઈન્કમ ટેક્સ વિભાગે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસવાની શરૂઆત કરી છે. રાજકોટમાં DH કોલેજના મેદાનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી શરૂ કરી છે.
ફેબુઆરી મહિનામાં નામાંકિત તમાકુ ડિલર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા જ ફેબુઆરીમાં જ ગુજરાતમાં આવકવેરા વિભાગ એકશનમાં આવ્યું હતું. રાજ્યમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે સપાટો બોલાવતા બિલ્ડર્સ, ડેવલોપર્સ અને ડિલર્સને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં હાથ ધરાયેલા દરોડામાં સુમેરુ ડેવલોપર્સ અને નામાંકિત તમાકુ ડિલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોની રકમ જપ્ત કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં અમદાવાદ, નડિયાદ અને ભાવનગર સહિત અન્ય 35 સ્થળો પર દરોડા પાડતા વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આવકવેરા વિભાગે સુમેરુ ડેવલોપર્સ અને તમાકુ ડિલર્સને ત્યાં દરોડા પાડી રોકડ અને બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. મોટાપાયે રોકડનો વ્યવહાર થતો હોવાની બાતમીના આધારે ડેવલોપર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા.