રાજકોટ શહેરમાં આજે પણ બહેન-દીકરીઓ સુરક્ષિત નથી. જન્મ દિવસ ઉજવવા ગયેલી યુવતીની છેડતીથી રાજકોટવાસીઓ રોષે ભરાયા છે. રાજકોટવાસીઓએ કડક કાર્યવાહી કરવા માગ કરી છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરે તથા સમાજમાં એક દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી રાજકોટવાસીઓની માંગ છે.


રાજકોટવાસીઓએ કડક કાર્યવાહી માટે કરી માગ

રાજકોટમાં મિત્રો સાથે જન્મ દિવસ ઉજવવા ગયેલી યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. રાજકોટની યુવતીઓએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત જણાવ્યું હતું કે, રાજકોટ મહિલાઓ માટે સલામત શહેર રહ્યું નથી, આવી ઘટનાઓ રાજકોટ માટે ચિંતાનું કારણ બની છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, રાજકોટ પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરે તેવું ઈચ્છી કહ્યા છે. રાજકોટ શહેરમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે પોલીસે કડક વલણ અપનાવું પડશે અને મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવે તેવા પગલા ભરવા પડશે.

પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરે

આ અસમાજિક તત્વ સામે યુવતી હિંમતભરી કે તેને પોલીસ ફરિયાદ કરી પરંતુ ઘણી એવી મહિલાઓ છે જે સમાજમાં બદનામી ના ડરથી પોલીસ ફરિયાદ કરતી નથી ત્યારે પોલીસ આવા તત્વોને પકડીને સજા કરે તે જરૂરી છે. સ્ત્રી અને પુરુષ સમાજનો પાયો છે પરંતુ આજે રાજકોટ આવા લુખ્ખા તત્વો દ્વારા છેડતી જેવા ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે અસામાજિક અને આવારા તત્વો માટે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કોલેજીયન યુવતીઓએ કરી છે.

મહિલાઓએ અભયમ્ મહિલા હેલ્પલાઈન 181 નંબરનો ઉપયોગ કરવો જોઈએ

મહિલાઓની સુરક્ષા અને મદદ માટે સરકાર દ્વારા અભયમ્ યોજના શરૂ કરી છે ત્યારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈન નંબર 181 નો ઉપયોગ કરવો જોઈએ. જેથી સંકટના સમયે પોતાના રક્ષણ માટે મદદ માગી શકે. રાજ્યમાં ગત વર્ષે 2.17 લાખ મહિલાઓએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી.


  • Follow us on: