રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી વાનગી બનાવનારા ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે ત્રાટકી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં મોટા પ્રમાણમાં ફરાળી વાનગીઓનું વહેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને પેટીસનું ઉત્પાદન વધી થઈ રહ્યું છે. ધંધાર્થીઓ આ ફરાળી પેટીસ હોલસેલમાં બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી. જેને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગની ટીમ સક્રિય છે.


આરોગ્ય વિભાગે ખાદ્યરદાર્થોના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા

આ અંગે ખુલાસો કરવા આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી આ ફરાળી પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ થઈ રહી હોવાની આરોગ્ય વિભાગને આશંકા છે. જેના કારણે આરોગ્ય વિભાગે દ્વારા ખાદ્યરદાર્થોના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગના ફૂડ અધિકારી કૌશિક સરવૈયાએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીનો ઉપવાસીઓ મોટા પ્રમાણમાં ઉપયોગ લેતા હોય છે.

આરોગ્ય વિભાગેની કાર્યવાહીને લઈ ભેળસેળિયા ધંધાર્થીઓમાં ફેલાયો ફફડાટ

તેમજ અમને મળેલી માહિતી અનુસાર કેટલાક કિસ્સાઓમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ લેવાય છે. ઉપવાસ દરમિયાન આવા મકાઈના લોટનો ઉપયોગ કરી શકતો નથી. જેને પગલે અમારી ટીમ દ્વારા સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ દરોડા પાડીને કામગીરી હાથ ધરતા ભેળસેળિયા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં લોકોની શ્રદ્ધાને સાથે ઉપવાસમાં ન ઉપયોગ લેવાતા ખાદ્યપદાર્થોને લોકો સુધી પહોંચતુ રોકવા માટે આ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: