જેતપુરના ડેડરવા ગામે શ્વાને એક દિવસમાં 15થી વધુને બચકા ભર્યા હોવાની વાત સામે આવી છે, હડકાયા કૂતરાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોએ લીધી સારવાર, બાળકો સહિત 15 લોકોને કૂતરાએ બચકાં ભર્યા છે અને હડકાયા કૂતરાને તાત્કાલિક પકડવા ગ્રામજનોની માગ છે.


જેતપુરના ડેડરવા ગામે હડકાયા શ્વાનનો આતંક

ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, લોકો ઘરની બહાર નીકળતા બીક લાગી રહી છે કે, શ્વાન આવીને બચકું ના ભરી લે તો, તો શ્વાને એક જ દિવસમાં 15 લોકોને બચકા ભરતા હોસ્પિટલ સારવાર માટે લોકો પહોંચ્યા હતા, સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાને આ બાબતે જાણ કરી હતી તેમ છત્તા શ્વાનને ઝડપવામાં આવતા નથી, તો શ્વાનને ઝડપવામાં આવે અને શ્વાનનું પણ રસીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.

જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ ?

ઘા નાનો હોય તો અવગણશો નહિ

ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.

હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.

કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.

અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.

કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.

કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.

બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.

કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)


  • Follow us on: